Site icon ચક્રવાતNews

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્દગત ભાઈ ની ૧૪મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવંશી મહિલા અગ્રણી

સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણી ની ૧૪ મી પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણી ની ૧૪મી પૂણ્યતિથી નિમિતે તેમના બહેન રઘુવંશી મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા માતા ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્દગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

Exit mobile version