Site icon ચક્રવાતNews

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પુત્રના ના જન્મદીન ની ઉજવણી કરતા લોહાણા સમાજ અગ્રણી

પ્રતિકભાઈ હરીશભાઈ હાલાણી ના ૩૬ માં જન્મદીન નિમિતે સેવાકાર્ય માં સહયોગ અર્પણ કરી સમાજ ને નવી રાહ ચિંધતો મોરબી નો હાલાણી પરિવાર.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી લોહાણા સમાજ અગ્રણી  હરીશભાઈ હાલાણી દ્વારા તેમના સુપુત્ર પ્રતિકભાઈ ના ૩૬ માં જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરવા માં આવી હતી.


પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના હાલાણી પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામનાઓ પાઠવી હતી.

Exit mobile version