Site icon ચક્રવાતNews

મોરબી : જામગરી બંદુક સાથે એકને દબોચી લેતી મોરબી એસઓજી

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે નવી નવલખી ગામ નજીકથી જામગરી બંદુક સાથે એકને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવી નવલખી ગામ નજીકથી આરોપી કાદરભાઇ મામદભાઇ ઉર્ફે અબ્દુલભાઇ જામ/મિયાણા ઉ.25 નામના યુવાનને લાયસન્સ કે પરવાના વગર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

Exit mobile version