Site icon ચક્રવાતNews

મોરબી ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહનો આજથી પ્રારંભ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મોરબી ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઉજવવામાં આવનાર હોય તે અંતર્ગત આજે તારીખ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

તેમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ એમ એફ ભોરણીયા દ્વારા મગફળી પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપેલ ત્યારબાદ ડો. કે એન વડારીયા વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ અને ડો. એ વી ખાનપરા દ્વારા ખેડૂતોને કપાસમાં જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપેલ તેમજ વિ. વિ. ઠાકોર દ્વારા ખેડૂતોને જમીન અને પાણી ના નમુના કઇ રીતે લેવા અંગે માર્ગદર્શન આપેલ.

આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના AKARSP સ્ટાફ અને ખેડૂતો ભાઈઓ અને બહેનો સહિત કુલ 111 જેવી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ વરસાદી માહોલ હોવા છતાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક અધિકારી અને કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.

Exit mobile version