Site icon ચક્રવાતNews

મોરબી: લગધીરપુર રોડના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની 186 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં લગધીરપુર રોડ ઓપટેલ સીરામીકના બાજુમાં આવેલ અવાવરૂ જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે નવાપ્લોટમાં રહેતો આરોપી ગીરીશભાઈ માધવલાલ લુવોટ (ઉ.વ૩૫) પોતાના કબજા ભોગવટાવાળુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં- જીજે-૦૩-સી.એન-૨૯૧૧ કિ.રૂ.૨૦,૦૦૦/- વાળામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા લગધીરપુર રોડ, ઓપટેલ સીરામીકના બાજુમા આવેલ ઝાડી ઝાંખરામા પડતર અવાવરૂ જગ્યામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડના વિદેશી દારૂની કંપની શીલપેલ કુલ બોટલ નંગ-૧૮૬ કિ.રૂ. ૮૩,૯૬૦/-નો મુદ્દામાલ વેંચાણ અર્થે છુપાવી રાખી કુલ મુદામાલ કિ.રૂ.૧,૦૩,૯૬૦/- સાથે મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version