મોરબી: લીવ રિઝર્વમાં રહેલા ત્રણ PI અને PSIની આંતરીક બદલી, મોરબી એ ડીવિઝન પીઆઇને લીવ રિઝર્વમાં મુકાયા
Morbi chakravatnews
મોરબી: મોરબીમાં ઘણા લાંબા સમયથી પીઆઈની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં આજે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેર એ ડિવિઝનનાં સ્ટ્રીટ પીઆઈની છબી ધરાવતા પીઆઈ એમ પી પંડ્યાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જેમાં એ ડિવિઝનમાં નવા પીઆઈ તરીકે એચ. એ.જાડેજા ની નિમણુક કરવામા આવી છે તે ઉપરાંત લીવ રિઝર્વ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા કે. એ.વાળાને કાયમી કરી મોરબી તાલુકા પીઆઈ તરીકે નિમણુક કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈની પણ આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રિઝર્વ અને ટંકારા ચાર્જમાં રહેલા એચ.આર.હેરભા ને ટંકારા,સી.એમ.કરકર ને રીડર પીએસઆઈ અને એમ.જે.ધાંધલ ને હળવદ પોલીસ સ્ટેશનમાં નિમણુક આપવામાં આવી છે.