Site icon ચક્રવાતNews

મોરબી :- લાયન્સનગર વિસ્તારમાંથી જુગાર રમતા ૬ મહિલાઓ ઝડપાઈ

મોરબીના લાયન્સનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ મહિલાઓને પકડી પડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમાં જુદા જુદા વિસ્તારમાંથી એકત્રિત થયેલી મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં પત્તે રમતા
(૧)ચેતનાબેન નવીનભાઇ ગોવિંદભાઇ ગુર્જર
(૨)સોનલબેન નવીનભાઇ ગુર્જર
(૩)મનીષાબેન પ્રવિણભાઇ ચુડાસમા
(૪)ગીતાબેન વાઓ વિશ્રામભાઇ રામજીભાઇ ગણાત્રા
(૫)જોશનાબેન કાંતીભાઇ દવે
(૬)જોશનાબેન દિલીપભાઇ સોલગામા નામના મહિલાઓ રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 16,120/- કબ્જે કરી જુગારધારા અન્વયે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version