Site icon ચક્રવાતNews

રાજકોટ મોરબી હાઈવે રોડ પર મીતાણા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા ગાયત્રીનગર સોસાયટી ઉગમણા નાકા બહાર ગાયત્રી સ્કૂલની સામેની શેરીમાં રહેતા નિલેશભાઈ શામજીભાઈ ભાલોડીયા (ઉ.વ.૪૪) એ આરોપી સફેદ કલરની ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩- એમ.એચ- ૪૦૮૬ આરોપીએ પોતાના હવાલાવાળી સફેદ કલરની ફોરવ્હીલ કાર જેના રજીસ્ટર નં- GJ-03-MH-4086 ચાલકએ પુર ઝડપે અને ગફલત ભરી ચલાવી કારના સ્ટેરીંગનુ કાબુ ગુમાવી રોડનુ ડીવાઇડર ટપાડી રોડની સામેની બાજુએ ફરીયાદીના ભાઇ દેવેન્દ્રભાઇ શામજીભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૫) વાળાની કાર રજી નં- GJ-36-F-8678 વાળી સાથે અકસ્માત કરી ફરીયાદીના ભાઇને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી પોતાના હવાલાવાળી કાર મુકી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version