Site icon ચક્રવાતNews

મોરબીમાં મહિલા પર ચાર શખ્સોનો હુમલો

મોરબી: મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્કમાં છોકરાઓ રમવા બાબતે આરોપી મહિલાએ યુવકની પત્નીને લાફા મારી ગાળો આપી હતી તેમજ અન્ય ત્રણ શખ્સોએ યુવક અને તેની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ માળિયા (મી) તાલુકાના કુંતાસી ગામના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા હિતેષભાઇ કેશવલાલ કુંડારીયા (ઉ.વ.૪૫) એ આરોપી અનીશાબેન ફીરોજભાઈ સિપાઈ રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક, અસલમ ઘાંચી રહે. મોરબી મહેન્દ્રપરા, સુભાન જેડાનો નાનો ભાઈ રહે. મોરબી પંચાસર રોડ તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ ફરીયાદીના દિકરો શેરીમા સાયકલ ચલાવતો હોય જેથી આરોપી અનીશાબેનના છોકરાઓ શેરીમા રમતા હોય જેથી છોકરાઓ રમવા બાબતે આરોપી અનીશાબેનએ હેતલબેનને લાફામારી ગાળો બોલી તેમજ આરોપી અસલમ, સુભાન અને અજાણ્યા માણસએ ગાળો બોલી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હિતેષભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version