Site icon ચક્રવાતNews

મોરબીમાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત વ્યાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરાયું

શહેરીજનોને કિચન ગાર્ડનીંગ વિશે માર્ગદર્શિત કરાશે

મોરબી: સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કેનીંગ અને કીચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરીજનોને ઘર આંગણે બાગાયત વાટિકા ઉભી કરવાના હેતુસર વ્યાજબી ભાવે શાકભાજી બિયારણનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ભીંડા, ગુવાર, રીંગણ, ટામેટા, મરચા, ચોળી, દુધી, તુરીયા, કારેલા, કાકડી, પાલક, ગાજર, મુળા, મેથી,ધાણા શાકભાજી બિયારણ હાલ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત કિચન ગાર્ડનીંગ વિશે તાંત્રિક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આ શાકભાજી બિયારણ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી ખાતે ૧૧:૦૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) મળી રહેશે.

વધુ માહિતી માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, મોરબીની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version