આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવા માટે વોલ પેઈન્ટીંગ પર હર ઘર તિરંગા લખાવીને લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હર ઘર તિરંગા અને આઝાદી કા અમૃત મહોત્સવને રંગોથી સજાવી લોકોમાં જાગૃતિના રંગો ભરવા માટે નગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હર ઘર તિરંગા હેઠળ નગરપાલિકા દ્વારા બસો પર પોસ્ટર, સ્ટીકર, જાહેર જગ્યાઓ પર બેનર્સ, ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઉંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાનું આયોજન વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.