Site icon ચક્રવાતNews

મોરબી: મુસ્તાક મીર હત્યા કેસમાં ચાર આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી: મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં ચકચાર મુસ્તાક મીરની હત્યાના કેસ અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચાર આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સુપર માર્કેટ સામે વર્ષ ૨૦૧૭ માં મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી ફાયરીંગ કરી કુખ્યાત મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા જે હત્યા અંગેનો કેસ મોરબી પ્રિન્સીપાલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષે દલીલો રજુ કરી હતી બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીઓ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ એમ ચારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી તમામને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

Exit mobile version