Site icon ચક્રવાતNews

મોરબી : નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાનજીયા ની પ્રેરણાથી સતેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓ વૃક્ષોનું મહત્વ સમજે તેમજ વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુસર વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર નિલેશભાઈ અઘારા પ્રિન્સિપાલ નરેન્દ્રભાઇ સંતોકી તેમજ શિક્ષક સ્ટાફ મનોજભાઈ વ્યાસ,સંદીપસિંહ ઝાલા,ભરતભાઇ સાણજા તેમજ નવદીપભાઈ રામાનુજ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું

 

Exit mobile version