મોરબી પાસે આવેલ ભુરા હોટલ એન્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું; બેની અટકાયત
Morbi chakravatnews
મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને બે શખ્સોના નામ ખુલતા પોલીસે ચારેય શખ્સોની વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી વાકાનેર નેશનલ હાઇવે રોડ પર બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભુરા સ્પામાં તેના સંચાલકો પોતાના આર્થીક લાભ સારૂ ભુરા સ્પામાં બહારથી રૂપ લલનાઓ બોલાવી સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજી ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે. તે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક (૧) પંકજભાઇ રમેશભાઇ રાઠવા ઉ.વ.૨૪ રહે,હાલ ભુરા સ્પા એન્ડ હોટેલ તા.જી.મોરબી મૂળ રહે, ભક્તિ ફળીયા હરખપુર તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર તથા (૨) નારણભાઇ પરષોતમભાઇ સિતાપરા ઉ.વ.૩૬ રહે, મોરબી-૨ ઉમીયાનગર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને શખ્સોની પ્રાથમિક પુછપરછ દરમિયાન વિજય ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ રહે. મોરબી તથા હિતેશ ભટ્ટૈયા રહે. હાલ ભુરા હોટલ એન્ડ સ્પા ક્રિષ્ના ચેમ્બર મોરબી મૂળ રહે. પોરબંદર વાળાઓના નામ ખુલતા ચારેય સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુન્સે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.