Site icon ચક્રવાતNews

મોરબી: ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વૃક્ષારોપણ અભિયાન

મોરબી સ્થિત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા DDO ની હાજરી પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વીરપર ગામના તળાવની આસપાસ 100 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.

આ અભિયાનમાં સ્કૂલના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓએ મળીને ઊર્જા અને ઉત્સાહથી ભાગ લીધો હતો. દરેક વૃક્ષના રોપાણ બાદ, તેની જાળવણી અને સંભાળ રાખવા માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી છે.

સ્કૂલનું મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ બંનેને પર્યાવરણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા સમર્પિત છે, જે ભવિષ્યમાં વધુ સારું અને સ્વચ્છ વાતાવરણ માટે પાયાની કડી પુરવાર થશે. ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનુ આ અભિયાન અને આ પ્રયાસો બીજા માટે પ્રેરણારૂપ છે.

Exit mobile version