Site icon ચક્રવાતNews

મોરબીના જુનાં ઘુંટુ રોડ પરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

અજાણી સ્ત્રીએ નવજાત બાળકીનો જન્મ છુપાવવાના ઇરાદાથી બાળકીને મોરબીના જુના ઘુંટુ રોડ પર નટડી માતાજીના મંદિરની બાજુમાં કાલીન્દ્રી નદીમાં ત્યજી દીધેલ જે નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાવર હાઉસ બાજુમાં રહેતા મનીષભાઈ રાજુભાઇ ભોજવીયા (ઉ.વ.૨૮) એ આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણી સ્ત્રીએ નવજાત બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળા એ મૃત પામેલ નવજાત બાળકીના મૃતદેહને મોરબીના જુના ઘુંટુ રોડ પર નટડી માતાજીના મંદિરની બાજુમાં કાલીન્દ્રી નદીમાં ત્યજી દઇ નવજાત બાળકીના જન્મને ઇરાદા પુર્વક છુપાવવાનો પ્રયાશ કરી મૃતક નવજાત બાળકીને ત્યજી દીધેલ છે. જેથી આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version