Site icon ચક્રવાતNews

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલય ચાલુ કરવા અને નવા બનાવવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી એક વિકાસની હરણફાળ ગતિએ પ્રગતિ કરે છે. ત્યારે મોરબીમાં જાહેર શૌચાલયના ખૂબ જ અભાવ છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોન 2 સામાકાંઠા વિસ્તારમાં જાહેર શૌચાલયની માંગણી કરવામાં આવી છે.

મોરબી ઝોન-૨ ગણાતા સામાકાંઠા વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધા નો ખૂબ જ અભાવ છે. સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ પાસે એક જ જાહેર શૌચાલય ચાલુ છે જે પણ રીનોવેશન કરવું પડે એવી સ્થિતિ છે. જ્યારે મોરબી સામાકાંઠા વિસ્તારમાં સંતોષ સીલેક્સન ની સામે જાહેર શૌચાલય છે તે શૌચાલયને અત્યારે બંધ હાલતમાં છે. તો આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિરેનભાઈ વૈષ્ણવ તથા મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા આ જાહેર શૌચાલય ચાલુ કરવામાં આવે અને સાથે સાથે મોરબી મહેન્દ્રનગર જે ખૂબ જ ટ્રાફિક અને ભીડભાળવાળી જગ્યા છે ત્યાં નવું જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ તંત્ર પાસે કરવામાં આવી છે.

Exit mobile version