મોરબી પંચાસર ચોકડી પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો
Morbi chakravatnews
મોરબીની પંચાસર ચોકડી નજીકથી જાહેરમાં વિદેશી બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીની પંચાસર ચોકડી નજીકથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી તંજીર ઉર્ફે તનવીર યુનુશભાઈ ચાનીયા (ઉ.વ.૧૯) રહે. લાતી પ્લોટ શેરી નં -૧૨ મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સાજીદ મહેબુબભાઈ સુમરા રહે. પંચાસર રોડ ના નાકા પાસે જોન્સનગર મોરબીવાળો સ્થળ પરથી નાસી જતા આરોપીનું વિદેશી દારૂનું વેચાણ કરવા રાખેલ સ્પેલેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-કે-૦૨૯૫ કિં રૂ. ૫૦,૦૦૦ વાળુ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.