Site icon ચક્રવાતNews

મોરબી : પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

મોરબી : હળવદ તાલુકાના સુસવાવ ગામની દિકરી કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રાપર ખોખરા ગામે સાસરે હોય અને તેના સાસરિયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રાપર ખોખરા ગામના રહેવાસી અને હાલ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા દીનાબા વીરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૨) એ આરોપી વીરેન્દ્રસિંહ મંગુભા જાડેજા (પત્તા), પ્રવીણાબા મંગુભા જાડેજા (સાસુ) રહે. બંને – રાપર ખોખરા તા. અંજાર જિ. કચ્છવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૦૨-૨૦૨૩ થી ૦૪-૦૮-૨૦૨૩ દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીને અવાર નવાર નાની નાની બાબતોમા તથા રસોઇ બાબતે તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ફરીયાદીને મારકુટ કરી ફરીના પતિને ખોટી ચડામણી કરતા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર દીનાબાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version