Site icon ચક્રવાતNews

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ 2023 નો 34 લાખથી વધુનો નફો શહિદ પરિવારો અને ગૌશાળાને સમર્પિત

મોરબી: અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જે નિર્ધાર મુજબ આજે અજય લોરિયા દ્વારા ૧૬ શહીદ પરિવારો અને બે ગૌશાળા તેમજ અનાથ આશ્રમમાં રકમ અર્પણ કરવામાં આવી હતી.

પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ માં ૩૪.૮૦ લાખનો નફો થયો હોય જે રકમમાંથી ૧૬ શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને ૧૯,૫૦ લાખ રૂપિયા તેમજ માધવ ગૌશાળા રવાપરને રૂ ૧૧,૧૧,૧૧૧ તેમજ યદુનંદન ગૌશાળાને ૧,૧૧,૧૧૧ તથા ૧,૧૧,૧૧૧ અનાથ આશ્રમને અર્પણ કરવામાં આવ્યા છે

Exit mobile version