Site icon ચક્રવાતNews

મોરબી : પાવડિયારી નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતો ઈસમ પકડાયો.

મોરબીના પાવડિયારી નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતા ઈસમને પોલીસ દ્વારા પકડીપડવામાં આવ્યો છે. પાવડિયારી નજીક બાઇક પર દારૂ ની હેરાફેરી કરતા ઈસમને પોલીસ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસે પાવડીયારી કેનાલ નજીકથી બાઈક ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા કેશુભાઈ છનાભાઈ ખીમસુરીયા, રહે. બાસ્કો સેનેટરીવેર રવાપર (નદી) તા-જી મોરબી, મુળગામ જાનીવડલા તા-ચોટીલા જી. સુરેન્દ્રનગર અને અલ્પેશભાઈ નાનજીભાઈ ચાવડા, રહે.રહે. બાસ્કો સેનેટરીવેર રવાપર (નદી) તા-જી મોરબી મુળગામ. પીપરાળી તા-ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને અટકાવી તલાસી લેતા નંબર પ્લેટ વગરના બાઇકમાં બન્ને ઈસમો પાસેથી વિદેશી દારૂ આઈસ મેજીક ગ્રીન એપલની 4 બોટલ કિંમત રૂપિયા 1200 મળી આવી હતી.

આ મામલે પોલીસે રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક અને રૂપિયા 1200ની કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 26,200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version