Site icon ચક્રવાતNews

મોરબી: પ્રાયોગિક પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ અંતર્ગત ” પ્લાસ્ટિક મુક્ત અભિયાન”નું વ્યાખ્યાન યોજાયું

મોરબી: શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળામાં SR ગ્રુપ અને પ્રાયોગિક પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ઇકો ક્લબ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત અભિયાન”નું વ્યાખ્યાન યોજાયું હતું.

જેમાં SR ગ્રુપ તરફથી સંગીતાદીદીએ સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં પ્રદૂષણથી થતા નુકશાન વિશે વાત કરવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા જ્યારે પ્લાસ્ટિક મુક્ત મોરબી માટે કાર્ય કરતી હોય ત્યારે શાળા અને SR ફાઉન્ડેશને કપડાની થેલી કે બાયોબેગના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું અને ચેતનભાઈએ પ્લાસ્ટિક અને બાયોબેગનો પ્રેકટીકલ ડેમો બતાવ્યો હતો. અંતમાં પ્રાયોગિક પ્રાથમિક શાળાના આચાર્ય મનનભાઈએ વિદ્યાર્થીઓને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

Exit mobile version