મોરબી: પ્રેમ સંબંધ રાખવાની ના પડતાં શખ્સે યુવતીને જાનથી મારી નાંખવાની આપી ધમકી
Morbi chakravatnews
મોરબી: મોરબીમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા એક શખ્સે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ યુવતીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી એક મહિલાએ આરોપી જયમલભાઈ મહેશભાઈ રાઠોડ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૫-૨૦૨૩ થી આજદીન સુધી ફરીયાદિની દીકરી સાથે આરોપીને પ્રેમ સબંધ હોય અને બાદ આરોપીને પ્રેમ સબંધ રાખવાની ના પાડવા છતા આરોપીએ અવાર નવાર ફરીયાદીની દિકરીનો પીછો કરી તેની સાથે સબંધ રાખવાનુ કહી પતાવી દેવાની ધમકી આપી ખોટી રીતના હેરાનગતી કર છે. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૫૪(ડી),૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ -૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.