Site icon ચક્રવાતNews

મોરબી રવાપર રોડ પર બિલ્ડીંગ પરથી લોખંડનો શળીયો ઉપર પડતા યુવકનું મોત નિપજ્યું

મોરબી: મોરબી રવાપર રોડ ગાયત્રીનગર -૨ મા ભોગીલાલભાઈ વાલજીભાઈ અઘારાના મકાન પાસે બિલ્ડીંગમાં સેન્ટીંગ કામ ચાલુ હોય ત્યારે અકસ્માતે લોખંડનો સળિયો નીચે પડતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી મુજબ કિશન રામજીગીન ગોડ ઉ.વ.૧૮ હાલ રહે. કબીર ટેકરી શેરી નં-૮, સબ જેલ રોડ મોરબી મુળ રહે. ગામ-ઘોઘરા પોસ્ટ.બોદરવાર તા.કતાનગંજ જી. કુશીનગર ઉત્તર પ્રદેશવાળો મોરબી રવાપર રોડ ગાયત્રીનગર -૨ મા ભોગીલાલભાઈ વાલજીભાઈ અઘારાના મકાન પાસે કલર કામ કરતા હોય ત્યારે બાજુના બીલ્ડીંગમાં સેંટીંગ કામ ચાલુ હોય ત્યારે અક્સ્માતે લોખંડનો સળીયો નીચે પડતા યુવકને માથામાં લોખંડનો સળીયો લાગી જતા મથામાં ગંભીર ઇજા થતા સારવારમાં મોરબી ખાનગી હોસ્પિટલમાં બે ભાન હાલતમાં દાખલ કરતા સારવાર દરમ્યાન કિશન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version