મોરબી :- રહેણાક મકાનના ઓટા પર જાહેરમાં જુગાર રમતા પકડાયા
Morbi chakravatnews
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલ રામપાન વાળી સેરીમાં રહેણાક મકાનના ઓટા પર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી સિટી બી ડિવિઝન પોલીસને મળી હોઈ ત્યારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા આરોપી
(૧) ફિરોજભાઇ હાજીભાઇ ખુંભીયા
(૨) ચિરાગભાઇ ભાયલાલભાઇ જોષી
(૩) પ્રશાંતભાઇ બળદેવભાઇ નિમાવત
(૪) કરીમભાઇ બાલુભાઇ બ્લોચ
(૫) રેખાબેન વાઓફ હરેશભાઇ બળદેવભાઇ ગૈાસ્વામી
પત્તા રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ રકમ રૂ.૧૨,૬૩૦/- કબ્જે કરવામાં આવ્યા છે. જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.