Site icon ચક્રવાતNews

મોરબી :- સાપર ગામની સીમમાં ફેક્ટરીમાં જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે સાપર ગામની સીમમાં કજારીયા ટાઇલ્સ ફેક્ટરીની પાછળ દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે સાપર ગામની સીમમાં આવેલ કજારીયા ટાઇલ્સ ફેકટરી પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા
(૧) બીપીનભાઈ અમરશીભાઈ ચૌહાણ
(૨) અમરશીભાઈ શામજીભાઈ ચૌહાણ
(૩) દેવજીભાઈ પરશોતમભાઈ ચાવડા
(૪) રફીકભાઈ ચાંદભાઈ મલેક
(૫) દીનેશભાઈ ધુડાજી નાયકને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 26,600/- કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version