Site icon ચક્રવાતNews

મોરબીના શનાળા રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત

મોરબીના શનાળા રોડ ઉપર સમયના ગેટથી આગળ ક્રોમા સેન્ટર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ટિટુભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના સાજેલી ગામે રહેતા કાનજીભાઇ રમેશભાઈ ડામોર (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન બેદરકારી અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી ફરીયાદીના ભાઇ ટિટુભાઇને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ટિટુભાઈનુ મોત નિપજ્યું હતું. જ્યારે વાહન ચાલક નાસી ગયો હોવાથી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version