મોરબી એલસીબી જિલ્લામાં જુગારની બદી અટકાવવા કાર્યરત હોય ત્યારે એલસીબી તેમજ પેરોલ ફલો સ્કવોડ કાર્યરત હોય દરમિયાન સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હોઈ કે શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ રહેણાક મકાનમાં અમુક પત્તા પ્રેમીઓ જુગાર રમતા હોય ત્યારે એલસીબી દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
મોરબી ના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ ના રહેણાક મકાનમાં એલસીબી દ્વારા રેઇડ કરવામાં આવી હતી જેમાં રહેણાક મકાનમાં ૭ પત્તા પ્રેમીઓ મળી આવેલ હતા. એલસીબી સ્ટાફ દ્વારા (૧) જીતુભા જાડેજા, (૨) અંબારામભાઈ પટેલ, (૩) પ્રાણજીવનભાઈ પટેલ, (૪) હિતેશભાઈ લુવાણા, (૫) દિલીપભાઈ પટેલ, (૬) સુરજભાઈ પટેલ, (૭) હરજીવનભાઈ પટેલ રહે. બધા મોરબી વાળા હોઈ ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેમજ પત્તાપ્રેમિઓ પાસે થી ૪૫,૦૦૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. તેમજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.