Site icon ચક્રવાતNews

મોરબી શહેરમાં ઢોર પકડ ઝુંબેશ અન્વયે 46 રખડતા ઢોર પકડવામાં આવ્યા

મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોર અંકુશ શાખા દ્વારા હાલમાં મોરબી શહેરી વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તારીખ ૦૧/૦૨/૨૦૨૫ થી ૦૬/૦૨/૨૦૨૫ દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાંથી ૪૬ રખડતા ઢોર પકડીને યદુનંદન ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા.

મોરબી શહેરના તમામ પશુપાલકોને પોતાની માલિકીના ઢોર માલિકીની જગ્યામાં બાંધીને રાખવા માટે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Exit mobile version