Site icon ચક્રવાતNews

મોરબી શહેરમાં વ્યાજના તથા દારૂના ગુનામાં પકડાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

મોરબી: મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ તેમજ દારૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ બે ઇસમોની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરાયા છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયા ઉ.વ.૨૯ રહે. મોરબી-૨ ત્રાજપર ચોકડી પાસે અંબીકા સોસાયટી તથા દારૂના ગુનહામાં અવાર નવાર પકડાયેલ ઇસમ અકરમ મહેબુબશા શાહમદાર ઉ.વ.રર રહે. મોરબી મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમ મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયાને જુનાગઢ જેલ હવાલે તેમજ ઇસમ અકરમ મહેબુબશા શાહમદારને વડોદરા જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

Exit mobile version