મોરબી શહેરમાં ગાયો માટે ઘાસચારાની તથા જગ્યાની વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગ
Morbi chakravatnews
મોરબી: મોરબી શહેરમાં ગાયો માટે ઘાસચારા માટે જગ્યા તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરી આપવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ લેખિત રજૂઆત કરી મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે હાલમાં મોરબી શહેરમાં ખડપીઠ વિસ્તારમાં અંદાજીત ૨૦૦ થી વધુ ગાય માતા જોવા મળે છે. તેમજ આ જગ્યાએ ગાય માતાને ઘાસચારો મળતો ન હોવાથી વલખા મારી રહેલ છે. જેથી આપણા શહેરમાં ગાય માતા ભુખ્યા પેટે વલખા મારે એ હિન્દુ ધર્મને લાંછન કહેવાય. જેથી તાત્કાલીક ધોરણે મોરબી શહેરમાં ગાય માતાના ઘાસચારા માટેની જગ્યા ફાળવી, ગાય માતાના ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરી આપવા કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.