Site icon ચક્રવાતNews

મોરબી શહેરમાં રખલતા ઢોરનો અસહ્ય ત્રાસ:પાલિકા ઘોર નિંદ્રામાં

મોરબી શહેરમાં રોજે રોજ રખડતા ઢોર નાં કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

મોરબી પાલિકામાં જુલતા પુલ દુર્ધટના બાદ જાણે મોરબી શહેર રામ ભરોસે હોઈ તેવું લાગી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને રખડતા ઢોરો નો ત્રાસ ખુબ જ વધી ગયો છે આ રખડતા ઢોર નો શિકાર ક્યારેક વૃદ્ધ તો ક્યારે બાળકો તો ક્યારે યુવાનો પણ બને છે અનેક વખત લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે પણ આ બાબતે મોરબી નગરપાલિકા ગંભીર હોઈ તેવું લાગતું નથી.

બહુ રજૂઆત કરો તો એક દિવસ ધારાસભ્ય એકાદ આખલાને પકડી ને ફોટા પડાવી ને વાહ વાહી કરી અને નીકળી જતા હોય છે અનેક રખડતા ઢોર ને પૂરી ને પાંજરાપોળ ને શોપીદેવાયાના લોલીપોપ વચ્ચે આજે પણ આ રખતા ઢોરનો ત્રાસ સહન કરવા મોરબી શહેરના લોકો મજબૂર બની ગયા છે રોડ પર રીતસરના અડિંગા જમાવીને બેસતા ઢોરની તો શું વાત કરવી શહેરનો એક પણ રોડ તેમાં થી બાકાત નથી.

કોઈ મોટી દુર્ધટના બને કે કોઈ નિર્દોષ શહેરીજનો નો ભોગ લેવાઈ તે પહેલાં હવે આ મોરબી શહેરને રખડતા પશુધન થી બચાવો બાકી એસી ઓફીસોમાં બેસી રહીને કશું થવાનું નથી

Exit mobile version