Site icon ચક્રવાતNews

મોરબીમાં તસ્કરીનો સિલસિલો યથાવત વાવડી રોડ પર ભગવતી પાર્કના મકાનમાં ચોરી

મોરબીમાં તસ્કરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ વધુ એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૬૫,૫૦૦ ના મુદામાલની ચોરી

મોરબી : વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપાર્ક સોસાયટીમાં મકાનને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે અને બંધ મકાનના તાળાં તોડીને તસ્કરે ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને ૬૫૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપાર્ક સોસાયટીમાં રહેતા છોટાલાલ જીવરાજભાઇ પરમારે હાલમાં મોરબી સિટી એ ડિવિઝન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે , જીટી તા . ૩/૬ ના રાત્રી ૩ થી ૬ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સ તેના રહેણાંક મકાનમાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમા કબાટમા રાખેલ સોનાના દાગીના જેમાં નાની બુટી આઠ ગ્રામ કિંમત ૧૦૦૦૦ , સોનાની વીટી બે કિંમત ૧૦૦00 , ઓમકાર સોનાનો કિંમત ૫૦૦ તથા ચાંદીના ગ્લાસ , ચાંદીના પાંચ સીકા , ચાંદીની ગાય , ચાંદીનો પંજો , ચાંદીનો જુડો , કેડ કંદોરો ચાંદીનો ત્રણ જોડ અને ચાંદીની એક લકી તથા રોકડ ૨૦,૦૦૦ આમ કુલ મળીને ૬૫૫૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવા મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ. પી.સી કલમ ૩૮૦ , ૪૫૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

Exit mobile version