મોરબી : સામાજિક કાર્યકર દ્વારા રોડ પર વહેતા ગટરના પાણી તાત્કાલિક બંધ કરવા ચીફ ઓફિરને રજુઆત
Morbi chakravatnews
મોરબી શહેરના લાયન્સનગર મેઈન રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે તે તાત્કાલિક બંધ કરવા માટે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
અબ્દુલભાઈ બુખારીએ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, લાયન્સનગર મેઈન રોડ પર ગટના ગંદા પાણી કેનાલની જેમ વહી રહ્યા છે. જેના કારણે અતિશય દુર્ગંધ આવી રહી છે જેથી નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના રહીશોના આરોગ્ય ઉપર ખતરો છે. વહેલી તકે ગટરના ગંદા પાણી બંધ કરી ગટર સાફ કરાવવામાં આવે. કોઈના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થાય તે પહેલાં આ ગંદુ પાણી બંધ થાય. જે વહેલી તકે પાણી બંધ થાય તો ચાલુ થઈ શકે તેમ છે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે. ત્યારે આ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.