Site icon ચક્રવાતNews

મોરબી : તલાટી બાદ હવે આરોગ્ય કર્મચારીઓ પણ હડતાળના માર્ગ પર, અચોક્કસ મુદતની હડતાળ શરૂ

આરોગ્ય કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામી ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક તરફ તલાટીઓ દ્વારા હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મોરબીમાં જ્યારે કોરોના ના કેસ વધી રહ્યા છે ,વરસાદની ઋતુમાં રોગચાળો ફેલાય રહ્યો છે એવા સમયે આરોગ્ય વિભાગ દ્વારા પણ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે.

મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી લગાવી હતી અને પોતાની માંગ ન સંતોષાઈ ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી છે. જેમાં આરોગ્ય કર્મીઓ પોતાની માંગમાં મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ટી.એચ.એસ., ટી.એચ.વી. સહિતના આરોગ્ય કર્મચારીઓ પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને પ્રથમ તબક્કે રૂ. 4200 ગ્રેડ પે તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના મુદ્દે નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

Exit mobile version