Site icon ચક્રવાતNews

મોરબી તાલુકા ભાજપ દ્વારા રફાળેશ્વર ગામે મોદી પરીવાર સભા યોજાઇ

ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર સમગ્ર ગુજરાતમા શકિત કેન્દ્ર દીઠ મોદી પરીવાર સભાનુ આયોજન કરવામા આવેલ છે. 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્રની મોદી પરીવાર સભામા 7 ગામના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ- બહેનોએ ભાગ લીધો હતો.

મોદી પરીવાર સભામા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાએ જણાવ્યુ હતુ કે ભારતના વડાપ્રધાન જ્યારે બધા ભારત વાસીઓને એક પરીવારજન ગણતા હોય તેમજ પરીવારના મોભી બની યુવા, ગરીબ, મહિલા, ખેડુતોના ઉત્થાન માટે સતત 16 કલાક મહેનત કરતા હોય એવા પ્રધાનમંત્રીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી.

તેમજ આગામી ચુટણીમા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસના સુત્રને સાર્થક કરી આગામી 2047 સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ ભાઇ રુપાલાજીને વિજયી બનાવવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પુર્વ ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ઉપપ્રમુખ બચુભાઇ અમૃતિયા, ચેરમેન રાજુભાઇ પરમાર, પુર્વ ચેરમેન હંસાબેન સોલંકી, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કાનજીભાઇ ચાવડા, લાલજી ભાઇ સોલંકી, કવીન શાહ,રમેશભાઇ કણસાગરા, ગોતમભાઇ હડીયલ, કાનાભાઇ પરમાર, છનાભાઇ રબારી , નૌતમભાઇ ચાવડા, વિનુભાઇ અજાણા સહિતના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે ભારતીય જનતા પાર્ટીને મજબુત કરવા ધણા વર્ષો હથી પાર્ટીનુ કામ કરતા વરિષ્ઠ કાર્યકર્તાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

Exit mobile version