Site icon ચક્રવાતNews

મોરબી તાલુકાના પંચાસર ગામે જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે.ત્યારે આ ડ્રાઇવ દરમિયાન મોરબીના પંચાસર ગામેથી ૭ ઇસમો પત્તા રમતા પકડી પાડવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન પંચાસર ગામના રામજી મંદિર પાસે પહોંચતા ૭ જેટલા ઇસમો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા (૧)મનસુખભાઇ કાનાણી, (૨) ભરતસિંહ ઝાલા,(૩) ભૂપેન્દ્રસિંહ ઝાલા, (૪) ગનીભાઈ ઓડિયા, (૫) ગોપાલભાઈ જોષી, (૬) ગંભીરસિંહ ઝાલા, (૭) વિક્રમસિંહ ઝાલા રહે બધા જ જૂના પંચાસર વાળા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસે થી રૂ.૩૨,૧૭૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે .

Exit mobile version