Site icon ચક્રવાતNews

મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ભારે ખેંચતાણ

મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પ્રમુખને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યા છે

મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખના અઢી વર્ષના કાર્યકાળ સમાપ્ત થતા નવા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સામાન્ય જનરલ સીટ આવતાની સાથે જ મોટા ગજાના નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે

મળતી માહિતી મુજબ હાલ તાલુકા પંચાયતમાં 26 સીટો છે તેમાં એકલા બીજેપી પાસે 19 સીટો છે જેથી ભાજપના જ નેતાઓમાં પ્રમુખ પદને લઈને ભારે ખેંચતા જોવા મળી રહી છે જેમાં મળતી માહિતી મુજબ મીનાબા વિક્રમસિંહ ઝાલા, ગીતાબેન હર્ષદભાઈ પાંચોટિયા, કેતનભાઇ રમેશભાઈ મારવણીયા, અશ્વિનભાઈ ગોરધનભાઈ પાટડીયા, સહિતના નામોની ભારે ચર્ચા થઈ રહી છે

પરંતુ આ સિવાય અન્ય કોઈને પણ પ્રમુખ બનાવવામાં આવે તો નવાઈ નહીં પણ જો આવું થશે તો તાલુકા પંચાયતમાં નવા જૂની થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે સાથે પાટીદારને પ્રમુખ પદ મળે તેવી પણ માંગણીઓ થઈ રહી છે પણ હવે પ્રમુખ કોણ બનશે તે આવતા થોડા દિવસોમાં નક્કી થઈ જશે પણ હાલ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ સહિતના હોદ્દાઓ માટે રીતસરની ખેંચતાણ જોવા મળી રહી છે

Exit mobile version