Site icon ચક્રવાતNews

મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી; ખોવાયેલ પાઉચ વ્યક્તિને પરત કરાયું

મોરબી: મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી એક જાગૃત નાગરિક દ્વારા ખોવાયેલ પાઉચ ટ્રાફિક પોલીસને સોંપતા ટ્રાફિક પોલીસની ટીમે એડ્રેસ પરથી પતો મેળવી ખોવાયેલ પાઉચ તે વ્યક્તિને પરત સોંપતા ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીના એક જાગૃત નાગરિક દ્વારા બે દિવસ અગાઉ એક પાઉચ સોપેલ જેમાં જોતા ઓરીજનલ ડોક્યુમેન્ટસ, ₹700 રૂપિયા રોકડા, પાસપોર્ટ સાઇઝ ફોટાઓ જણાયેલ જે ડોક્યુમેન્ટસના આધારે એડ્રેસ જોઈ તે વ્યક્તિનો સંપર્ક કરતા બરવાળા- તાલુકો મોરબીના અને સદભાવના હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજાવતા હોવાનું જણાવેલ જેથી આજ ત્યાં રૂબરૂ જઈ પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના ઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ખરાઈ કરી તે વ્યક્તિને ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટના ફોટાઓ ₹700 રૂપિયા, હોસ્પિટલના ઇન્ચાર્જ ની હાજરીમાં પાઉચ પરત સોપતા મોરબી ટ્રાફિક પોલીસની ટીમ વર્કનો હૃદય પૂર્વક આભાર માનેલ અને જણાવેલ કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ આપે આપની ટીમ દ્વારા સાર્થક કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. છાસીયાના માર્ગદર્શનમાં પો.સબ. ઇન્સ .ડીબી ઠકકર, દેવાયતભાઈ, દેવજીભાઈ ,વિજયભાઈ ,કેતનભાઇ તેમજ મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન જોડાયા હતા.

Exit mobile version