Site icon ચક્રવાતNews

મોરબી: ત્રાજપર ખારી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝબ્બે

મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રામજી મંદિર નજીક જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો ત્રણ પાનાનો જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઈ છેલાણીયા ઉવ.૬૫ રહે.ત્રાજપર તથા બેચરભાઈ કાળુભાઇ બારૈયા ઉવ.૬૫ રહે.કુબેર ટોકીઝ પાચગલ મફતિયાપરા એમ કુલ બે જુગારીને રોકડા રૂ.૧,૪૦૦/-સાથે પકડી લઈને, જુગારધારા હેઠળ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version