Site icon ચક્રવાતNews

મોરબી: શિયાળાના આગમનની છડી પોકારતી ધુમ્મસ

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય અને ઓક્ટોબર માસમાં વાવાઝોડાની તેમજ નવરાત્રીમાં પણ વરસાદની આગાહી વચ્ચે આજે મોરબી તથા આસપાસના વિસ્તારોમાં સિઝનની પ્રથમ ધુમ્મસ જોવા મળી હતી.

ધુમ્મસ એટલે શિયાળાની વહેલી સવારે જોવા મળતું ધૂંધળું વાતાવરણ. ધુમ્મસ ક્યારેક એટલું ઘટ્ટ હોય છે કે દસ ફૂટના અંતરની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડે. વાદળની વચ્ચે ઉભા હોય એવું લાગે છે. ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં ભારે વિટંબણાઓ સર્જાય છે.

ધૂમસનું વાતાવરણઘણા સમય પછી આટલું ગાઢ ધૂમસનું વાતાવરણ મોરબી જિલ્લામાં જોવા મળ્યું હતું. સમાન્ય રીતે આ પ્રકારનું વાતાવરણ શિયાળા દરમિયાન સર્જાતું હોય છે. ત્યારે આજે વહેલી સવારથી ધુમ્મસ છવાયેલા વાતાવરણે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસને કારણે કોઈ પર્યટક સ્થળ જેવું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે સ્થાનિક લોકોએ ધુમ્મસનો આનંદ માણ્યો હતો.તો સાથો સાથ વાહન ચાલકોને પણ આ ગાઢ ધુમ્મસને કારણે વાહન ચલાવવામાં ખુબ તકલીફ ઊભી થઈ હતી. જેના કારણે હાઇવે પર ચાલતા વાહનોની સ્પીડ ઘટી જવા પામી હતી.

Exit mobile version