Site icon ચક્રવાતNews

મોરબીમાં બગથળા ગામે 20 સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

રક્તદાન કરીએ અને કરાવીએ, કોઈનું જીવન બચાવવા સહયોગી બનીએ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા મોરબી અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી બગથળા ગામે પટેલ સમાજવાડી ખાતે તા.૨૦/૦૯/ ૨૦૨૪ ના સવારના ૦૯:૦૦ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ૧૮ થી ૬૫ વર્ષ ની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. હોય તેવી કોઈ પણ વ્યક્તિ, હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તેવી વ્યક્તિ દર ત્રણ મહીને રક્તદાન કરી શકે છે. દાન તો ગુજરાતીના લોહીમાં જ છે, તો લોહીનું દાન કેમ નહિ ? જેથી “રક્તદાન કરો,રક્તદાન કરાવો, કોઈનું જીવન બચાવવા સહયોગી બનો.” ની ઉક્તિને સાર્થક કરવા જરૂરથી રક્તદાન કરીએ.

બગથળા ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોવાથી દરેક ગામમાંથી લોકોને રક્તદાન કરવા અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્ય ને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.

Exit mobile version