Site icon ચક્રવાતNews

મોરબીમાં કારમાંથી વિદેશી દારૂની 108 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર 

મોરબીની મધુવન સોસાયટી શિવ શક્તિ લખેલ મકાનની સામેથી સ્વીફ્ટ કારમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૮ કિં રૂ. ૭૫,૧૮૬ તથા સ્વીફ્ટ કાર કિં રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૭૫,૧૮૬ નો મુદ્દામાલ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીની મધુવન સોસાયટી રહેતા આરોપી રાજદિપસિંહ દવેરાએ પોતાના આર્થિક લાભ માટે વિદેશી કારમાં રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મધુવન સોસાયટી શિવ શક્તિ લખેલ મકાનની સામે સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર – જીજે -૦૧-આર.સી-૮૭૩૨ વાળી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૮ કિં રૂ.૭૫,૧૮૬ તથા સ્વીફ્ટ કાર કિં રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૭૫,૧૮૬ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version