Site icon ચક્રવાતNews

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કૃષિ પરિસંવાદ અન્વયે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અને કરવા માંગતા હોય તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા અંગે સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં વિશેષ સ્ટોલ રાખી પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો દ્વારા તેમની પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકઓ, નાયબ ખેતી નિયામક(વિ.), મદદનીશ ખેતી નિયામકઓ, બાગાયત અધિકારી, ખેતીવાડી કર્મચારી અને આત્મા સ્ટાફ તેમજ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version