Site icon ચક્રવાતNews

મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરાયો

મોરબી: મોરબીમાં ઇગ્લીશદારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ અસલમ સલીમભાઇ ચાનીયા ઉ.વ.૩૮ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.ર વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Exit mobile version