મોરબીમાં નિયમ ભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ
Morbi chakravatnews
મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારો નજીક આવી રહ્ય છે ત્યારે મોરબી તાલુકા પોલીસ અલર્ટ બની છે અને વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના ટીંબડી ગામે ઓરબીટ -૨ કોમ્પલેક્ષમા બીજા માળે સિસો થાઈ સ્પા મસાજ પાર્લરના સંચાલક બ્રિકલીન્ટન ગંગાપ્રસાદ રીયાંગ (ઉ.વ.૩૦) રહે. મૂળ રાજસ્થાનના હાલ મોરબી ટીંબડી પાટીયા પાસે અશ્વમેઘ હોટલ સામે આવેલ ઓરબીટ -૨ કોમ્પલેક્ષમા મોરબી તથા મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પલેક્ષમા બીજા માળે ડ્રીમ્સ સ્પા મસાજ પાર્લરના સંચાલક પાર્થભાઈ અશ્વિનભાઈ મોરી (ઉ.વ.૨૧) રહે. મોરબી વાવડી રોડ કુબેરનગર સોસાયટી પાછળ રોયલપાર્ક તા. જી. મોરબીવાળાએ સાથે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો MORBI ASSURED એપ્સમા અપલોડ કરેલ ન હોય તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં વિગતો ન આપી હોય જેથી જાહેરનામા ભંગ હેઠળ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.