Site icon ચક્રવાતNews

મોરબીમાં વધુ એક તલાટીને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વાતો વચ્ચે મોરબીમા એક મહિનાની અંદર બીજા તલાટી મંત્રીને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે્.

મળતી માહિતી મુજબ મોરબી સિટી મામલતદાર કચેરીમાં આજે એક અરજદાર સમક્ષ તલાટી જે.કે.જાડેજા ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂ. ૪૦૦૦ની લાંચ માંગી આવી હતી. જેથી અરજદારે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ આજે તલાટીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક મહિનાની અંદર મોરબીમાં બીજા તલાટી મંત્રીને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો છે. થોડા સમય મોરબીના ઘુંટુ ગામનો તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો હતો.

Exit mobile version