Site icon ચક્રવાતNews

મોરબીમાં એક જ પરીવારના ત્રણ સભ્યોનો સામુહિક આપઘાત

મોરબી: મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા એક જ પરિવારના પતિ, પત્નિ અને પુત્રએ સાથે મળી ઘરની અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગે જાણ થતા મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.વ.૫૭ તથા પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.વ. ૫૫ અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.વ ૧૯ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ સામુહિક આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે તેમજ પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version