Site icon ચક્રવાતNews

મોરબીમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાંપતિ દ્વારા પરણીતાને શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપતા મરવા મજબૂર કરતા પતિના ત્રાસથી કંટાળી પરણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનારની માતાએ આરોપી જમાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર પ્રજાપત નળીયાના કારખાના પાછળ સ્મશાનની બાજુમાં રહેતા વજીબેન ભીખાભાઈ આધરોજીયા (ઉ.વ.૭૦) એ આરોપી અલ્પેશ લાલાભાઈ કુંઢીયા રહે. મોરબી સેન્ટમેરી સ્કુલ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૦૪-૨૦૨૪ ના રોજ કોઈ પણ સમયે આરોપીના રહેણાંક મકાને આરોપીએ ફરીયાદીની દિકરી સુનીતાબેન ઉ.વ ૨૨ વાળીને વગર કારણે પોતાના માવતરે તેમજ સગા વ્હાલામા જવા નહી દઇ સગાવ્હાલા પાસે રૂપીયાની મદદ લેવાનુ કહેતા સુનીતાબેને રૂપીયાની મદદ લેવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા સુનિતાબેનનૈ ખોટી રીતે હેરાન પરેશાન કરી ટોર્ચર કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા પોતાના પતિ અલ્પેશથી કંટાળી જઈ સુનિતાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સુનિતાબેનના માતા વજીબેને આરોપી અલ્પેશ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૩૨૩,૩૦૬ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version