મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો
Morbi chakravatnews
મોરબી શહેરના સામાકાંઠે સિલ્વરપાર્ક સોસાયટી સરકારી સ્કૂલ પહેલા જુના ઘુંટુ રોડ પર આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી શહેરના સામાકાંઠે સિલ્વરપાર્ક સોસાયટી સરકારી સ્કૂલ પહેલા જુના ઘુંટુ રોડ પર રહેતા આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભા ઝાલા (ઉ.વ.૩૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૧૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.